આજે સાંજે ગોષ્ઠી

[15:59, 9/17/2016] :

જય સ્વામિનારાયણ. આજે સાંજે ગોષ્ઠી માં તો નહી આવી શકું પણ એના સંબંધ માં કાંઈક લખી મોકલું છું. દર્શન લાભ અને પ્રસંગઃ વડોદરામાં જન્મ અને લગ્ન. લગ્ન ના દિવસે પહેલિ વાર અટલદરા મંદીર્ર દર્શન કરવા માર પત્ની લઈ ગયા. અક્ષર્પુરુષોત્તમ નો મહીમા અને સત્સંગ ની સમઝણ તો કાંઈ હતી નહીં પણ સુરત માં મારા પત્ની ને હરી મંદીર રાઈડ આપતો. ૧૯૯૦ અથવા ‘૯૧ ની વાત છે, સુરત માં શીખરબદ્ધ મંદીરની જમીનના ખાત્મુહુરત કે એવા કોઈ કારણસર ઘણો મોટો સમૈયો હતો અને પુ. સ્વામીબાપા પધાર્યા હતા. મારા પત્નીએ તો લહાવો લેવોજ હોય? હું એમને ‘રાઈડ’ કરી ને ગયો. હંમેશની માફક હું દર્શનસ્થળથી દૂર સ્કુટર ઉભુ રખવાની સારી જગ્યા શોધીને ઉભો હતો (ઘણો વરસાદ પડીને બંધ થયેલ હતો અને સુરતનું મંદીર નદી કિનારા પર હોઈ કાદવ ઘણો થયેલ હતો.) થોડી વાર થઈ હશે અને ત્રણ ચાર સંતોને આવતા જોયા, એ સમુહ પૈકી એક વધારે ઉંમરવાળા વધારે મુખ્ય હોય એમ લાગ્યું પણ મને ઓળખાણ ના પડી, એક સંત્ના હાથ માં લોટો અને બીજા ના હાથમાં નાની મુરતી હતી. કીચડને લીધે ચાલવાની જગ્યા શોધવી પડતી હોઈ બન્યૂં એવું કે સંતોના સમુહને હું ઉભો હતો ત્યાં ખુબ નજીકથી પસાર થવું પડ્યું. અને ‘ઉંમરવાળા’ સંત મને લગભગ ઘસાઈને ગયા. બીજા અડધા-એક કલાક માં મારા પત્ની આવ્યા અને ગમગીન રીતે પસ્તાવો કરવા લાગ્યા કે આખા વિસ્તારમાં અનેકવાર ખુબ દોડાદોડી કરી પણ ‘બાપા’ ના દર્શન નો લાભ ન મળ્યો. મેં વાત મારા અનુભવની વાત કરી અને મને ત્યારે ખબર પડીકે ‘એ’ પુજ્ય પ્રમુખ્સ્વામે મહારાજ હતા જે મને લગભગ ઘસાઈને ગયા. અમારા નિવાસ્થાને બાપાનો એક ફોટો હતો પણ અડધા દેહનો હતો. એમ હોઈ ‘પ્રગટ’ મળ્યા ત્યારે ઓળખ્યા નહીં.
[16:44, 9/17/2016] : એ પછી અનેકવાર (૬ થી ૭ હશે) પુજ્ય સ્વામીબાપા ની અંગત મુલાકાતનો લહાવો મળ્યો. પણ મને બરાબર યાદ છે કે જોઈએ એવો મહીમા સમઝાયો નો’તો? હજુ પણ પ્રગટ્નો મહીમા અને સામર્થ્ય તો હું ક્યાં પુરો સમઝ્યો છું પણ એટલુ ચોક્કસ માનુ છું કે પૂ. બાપાની ઈચ્છા અને ક્રુપા સિવાય તો આટલું પણ ન મળ્યું હોત. આમ વિશેષ એટલા માટે લાગે છે કે ૬ કે ૭ વાર અંગત મુલાકાત માંથી ૫ કે ૬ વખત તો એવું બને કે અનાયાસે સંજોગ થઈ ગયો હોય. જેમકે, પરદેશથી આવવાવાળા કોઈ મિત્રને અમે વડોદરાથી મુંબઈ તેડવા જાઈએ, દાદર (સ્ટેશન) ઉતરીને વિચારીએ કે રહેવાનો બંદોબસ્ત ક્યાં કરીશૂં અને દાદર મંદીરમા માંડંઆંડ ‘કોમન’માં રહેવા મળે અને સાંજે ખબર પડે કે પુજ્ય બાપા અહીજ છે અને દર્શન લાભ ઉપરાંત અંગત મુલાકાતનો લહાવો મળી જાય. હું નોકરીના કામ અર્થે અમદાવાદ જાઉં અને શાહીબાગ મંદીર પાસેથી જતો હોંઉ અને બહાર મારા સાળા મળે (મારા સાળા, ઘણા વિચરણોમાં પુજ્ય વિવેક્સાગર સ્વામિની ગાડી ચલાવતા હતા) મને ખબર હોય કે મારા સાળા પૂ. બાપા અને પૂ. વિવેક્સાગર સ્વામિ સાથે ઉત્તર ગુજરાત ગયા છે પણ કોઈ કારણસર કાર્યક્રમમાં ફેરફાર થાય અને પૂ. બાપા અમદાવાદ=શાહીબાગમાં ક્રુપા વરસાવે, જાણે ખાસ મને લહાવો આપવાજ આવ્યા ન હોય? પૂ. સ્વામીબાપાના પ્રસંગો તો અખૂટ છે, પ્રગટની લીલા અપરંપાર છે, પણ તેઓની પ્રાપ્તિ ના માર્ગે ચાલવાની શરુઆત એમનીજ ક્રુપાથી થઈ એનો ખટકો બની રહે એજ અભ્યર્થના સાથે શ્રીજી મહારાજ, પૂ. પ્રમુખસ્વામી મહારજ, પૂ. મહંતસ્વામિ, સર્વે સંતો અને આપ સૌને દંદવટ.

Advertisements